
Gujarat Sthanik Swarajya Result 2025 : સલાયા પાલિકામાં ભાજપના સૂપડા સાફ !
Gujarat Sthanik Swarajya Result 2025 : સલાયા પાલિકામાં ભાજપના સૂપડા સાફ !
Local Body Election Result 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. પરંતુ સલાયા નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા છે. અહીં ભાજપનું ખાતું પણ નથી ખુલ્યું. સલાયા નગરપાલિકામાં
7 વોર્ડના પરીણામ જાહેર થયા છે.
સલાયા નગરપાલિકા પરિણામ
ભાજપ - 0
કોંગ્રેસ - 15
AAP - 13
AIMIM - 0
સલાયા નગરપાલિકામાં 7 વોર્ડની ગણતરી પુર્ણ થઇ છે. અહીં 28 ઉમેદવારોનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસનો 28 માંથી 15 બેઠકો પર ભવ્ય વિજય થયો છે. સલાયા પાલિકામાં કોંગ્રેસની બોડી રચાશે.આમ આદમી પાર્ટીએ અહીં શાનદાર પ્રદર્શન કર્યું છે.