Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ

Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ

આજે પોરબંદર ખાતે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યકક્ષાની ગરિમામય ઉજવણી યોજાઈ હતી. પોરબંદરના દરિયામાં પણ આજે ધ્વજવંદન કરાયું હતું અને દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં 79મા સ્વાતંત્ર્યના પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત તિરંગો ફરકાવી પોરબંદર થી ગુજરાતના પ્રજાજનોને સ્વાતંત્ર પર્વની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે  જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગુજરાત પોલીસના જવાનો દ્વારા બાઈક સ્ટંટ શો, હોર્સ શો, ડોગ શો, યોગ નિદર્શન, મહિલા રાયફલ ડ્રિલની સુંદર પ્રસ્તુતિ કરાઈ હતી.

79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં થઈ હતી. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન'માં સહભાગી બનવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ આઝાદી માટે લડત આપનાર નામી-અનામી શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ નમન કર્યા હતા. આજના મુખ્ય સમારોહમાં "બાપુના પગલે તિરંગા ભારત" થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 150 કલાકાર ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને સુંદર રીતે રજૂ કરી હતી, જેમાં ખાસ કરીને દિલધડક બાઇક સ્ટંટ અને તલવાર રાસે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola