ફોર્મ ભરવાની તારીખ વિત્યા બાદ જામનગર કૉંગ્રેસે ઉમેદવારોની યાદી કરી જાહેર
જામનગર જીલ્લા કોંગ્રેસમાં આંતરિક રોષ ભભૂકી ના ઉઠે તે માટે આજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં ફોર્મ ભરવાની આખરી તારીખ જતી રહ્યા બાદ આજે જામનગર જીલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જો કે, ઉમેદવારોને મેન્ડેટ આપી ફોર્મ ભરાવી દેવામાં આવ્યા હતા.