Jamnagar Demolition | જામનગરમાં કુખ્યાત રઝાકના બંગલા પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર
Jamnagar Demolition | જામનગર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી દાદાઓ પર પોલીસ ભારે પડી રહી છે. પહેલા જયેશ પટેલ આણી ગેંગ બાદ હવે ગુન્હાખોરીની દુનિયામાં માથું ઊંચકી રહેલ સાઈચા ગેંગના અસ્તિત્વને નાબુદ કરવા જામનગર પોલીસ સહિતનું વહીવટી તંત્ર સજ્જ થયું છે અને આજે રજાક સાઈચા દ્વારા સરકારી જગ્યા પર ખડકી દેવામાં આવેલ ગેરકાયદે બંગલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.