જામનગર: વેપારી પર હુમલો કરી લૂટ, પૈસા આપવા મુદ્દે થઈ બબાલ, જુઓ વીડિયો
જામનગર સુભાષ શાકમાર્કેટ પાસે ફળનો વેપાર કરતા વેપારી પર હુમલો કરી લૂટ કરવામાં આવી છે. ગીતા ફ્રુટ નામની દુકાન ચલાવતા રાજપાલ ચંદીરામ બાલા ચંદાણી નામના વેપારી પર હુમલો કરવામાં આવ્યો છે. દુકાને આવેલ બે શખ્સોને પૈસા આપવાનીના પાડતા મોબાઈલ અને રોકડની લૂટ ચલાવી હુમલો કર્યો હતો. હુમલા કરનાર બે શખ્સો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. બંને શખ્સોને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. માથાકૂટ દરમિયાનનો મોબાઈલ વીડિયો વાયરલ થયો છે.