જામનગર: કોરોનાને કારણે લોકોની આવક ઘટી તો, મોંઘી શાકભાજીથી વધુ એક આર્થિક ફટકો, જુઓ વીડિયો
જામનગરમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. રોજિંદા વપરાશમાં આવતા ડુંગળી બટેટાના ભાવો આસમાને પહોંચ્યા છે. સામાન્ય લોકોને હાલ ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે શાકભાજીના ભાવોમાં ઉછાળો આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, દેશભરમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે લોકોના ધંધા રોજગાર પર માઠી અસર પડી છે, અનેક લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે તો વેપારીઓના ધંધા રોજગાર પણ હાલ મંદ ગતિએ ચાલી રહ્યાં છે. તો બીજી બાજુ શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.