જામનગરમાં ગેરકાયદેસર બાંધકામો સામે મનપાની કાર્યવાહી, જુઓ વીડિયો
જામનગરમાં ગેરકાયદેસર બાંધકામો સામે પ્રશાસને કાર્યવાહી હાથ ધરી છે. ગેલેક્સી ટોકીઝ નજીક આવેલ 15 જેટલી ગેરકાયદેસર પાકી દુકાનોનું ડીમોલીશન મનપા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ગેરકાયદેસર દુકાનો બની ગઈ હતી. એક વર્ષે અનેક ફરિયાદો બાદ મનપાને પગલા લેવાની ફરજ પડી હતી.