Jamnagar Rain Update | જામનગરમાં જળપ્રલય, મુખ્ય માર્ગો નદીમાં ફેરવાયા, NDRF, ફાયર બ્રિગેડ એક્શનમાં

Continues below advertisement

જામનગરમાં જળપ્રલય. જામનગર શહેર સહિત જિલ્લાના તમામ તાલુકા થયા જળબંબાકાર. જામનગર શહેરના માર્ગો વરસાદી પાણીમાં ડૂબ્યા. જામનગરના મુખ્ય માર્ગો પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સતત ત્રીજા દિવસે જામનગરમાં વરસ્યો મૂશળધાર વરસાદ. છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 9 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. તો કાલાવડમાં 13 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. લાલપુર અને જામજોધપુર પણ થયા છે પાણી-પાણી. જામનગરના પંચેશ્વર ટાવરથી બેડી ગેટ તરફનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ખંભાળીયા નાકા. નાગરપરા કિસાન ચોક સહિતના વિસ્તારની પણ આવી જ સ્થિતિ છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં તો ગળાડૂબ પાણી ભરાયા. જેને લઈ NDRFની ટીમને બોલાવવી પડી...ફાયર બ્રિગેડ અને NDRFની ટીમે બોટથી મદદથી 70થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી. સલામત સ્થળે ખસેડ્યા. આ દ્રશ્યો છે જામનગર શહેરના સરદાર પાર્ક વિસ્તારના.. અહીં પણ અનેક લોકો ફસાયા હતા...ફાયર બ્રિગેડના જવાનોએ બોટની મદદથી લોકોને રેસ્ક્યૂ કર્યા. સ્થાનિક કોર્પોરેટર પાર્થ કોટડિયા લોકોની મદદે આવ્યા. શહેરના પૂનિતનગર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા.  સ્થાનિક કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા લોકોની મદદે પહોંચ્યા. સ્થાનિકોના મતે, દર વર્ષે અહીં ચોમાસામાં પાણી ભરાય છે. આ દ્રશ્યો છે જામનગરની રંગમતી નાગમતી નદીના પટના. અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકમેળો રદ કરાયો...અહીં બસો પણ અડધી ડૂબી ગઈ. જામનગર જિલ્લા પંચાયતમાં પણ વરસાદી પાણી ભરાયા. ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાતા કર્મચારીઓ અને અરજદારોને હાલાકી પડી. જામનગર શહેરને પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ 5 ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જામનગરના કાલાવડ શહેરની ફલકુડી નદી બે કાં વહેતી થઈ. લાલપુર શહેરમાં મૂશળધાર વરસાદને લઈ ઠેકઠેકાણે પાણી ભરાયા છે. ઉમાધામ સોસાયટી. ચાર થાંભલા વિસ્તાર. ગાયત્રી સોસાયટી.સહિતના વિસ્તાર જળબંબાકાર થયા છે. લાલપુરની ઢાઢર નદીમાં પૂર આવ્યું છે. નદી કાંઠે આવેલા ખોડિયાર માતાજીના મંદિરની ફરતે પાણી ફરી વળ્યા છે. જામનગરથી દ્વારકા જવાના રોડ પર બેડ ગામ પાસે નદીમાં પૂર આવ્યું છે. નદીના પાણી રોડ પર ફરી વળ્યા છે...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram