Jamnagar News | જામનગરમાં શિક્ષકે વિદ્યાર્થિનીને ઢોર માર માર્યો, વાલીઓએ કરી ફરિયાદ

Jamnagar News | જામનગરમાં શિક્ષકે વિદ્યાર્થિનીને ઢોર માર માર્યો, વાલીઓએ કરી ફરિયાદ

ફરી એકવાર શિક્ષણ જગતને શરમશાર કરતી ઘટના બની છે. જામનગરમાં અહીં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 51 માં શિક્ષક પર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીને ઢોરમાર મારવાનો આરોપ લાગ્યો છે. વિદ્યાર્થીઓ લોબીમાં બુમાબૂમ અને દોડાદોડી કરતા હતા અને આ નજીવી બાબતે શિક્ષક અકળાયા હતા અને ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ફૂટપટ્ટીથી પીઠ અને હાથના ભાગે ફટકારી હતી. ઉપરા છાપરી ફૂટપટ્ટીથી માર મારવાના કારણે તેમને અને હાથમાં લાલ ચકામાં પડી ગયા. અન્ય એક વિદ્યાર્થીને પણ શિક્ષકે બહેરહમીપૂર્વક ફટકાર્યો હતો. આ અંગે વાલીઓએ ફરિયાદ નોંધાવતા જિલ્લા શાસનાધિકારીએ શાળા પાસેથી આ અંગે વિસ્તૃત અહેવાલ પણ મંગાવ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola