જામનગરમાં પબ્લિસિટી વિના થાય છે સેવા, ફ્રૂટ મૂકી દીધાં છે, જેને જરૂર હોય એ લઈ જાય, કોઈ ફોટોગ્રાફી નહીં.......
એક તરફ ફ્રુટના ભાવોમાં પણ લૂટ ચાલી રહી છે ત્યારે અહી આવતા દર્દીઓના સબંધીઓને જરૂરી મદદ મળે તે માટે રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા અને વિદેશના દાતાના સહયોગથી જામનગરના અર્હમ સેવા ગ્રુપના સેવકો દ્વારા બિરદાવવાલાયક સેવા જામનગર સરકારી કોવીડ હોસ્પિટલ બહાર દર્દી અને તેના સબંધીઓ માટે જોઈએ તેટલા ફ્રુટ અને પાણીની બોટલો વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. દરરોજના 200 કિલો જેટલા ફ્રૂટ અને મિનરલ પાણીની બોટલો વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. આ સેવા છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહી છે અને દરરોજ લગભગ ૭૫૦૦૦ જેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.