Jamnagar news: જામનગરની કાલાવડ APMC બહાર વાહનોની લાંબી લાઈન
Continues below advertisement
જામનગરના કાલાવડ માર્કેટ યાર્ડમાં જણસી ભરેલ વાહનોની લાગી લાંબી કતારો.મોટી સંખ્યા ખેડૂતો પોતાનો પાક વેચવા માટે વહેલી સવારથી જ કાલાવડ માર્કેટ યાર્ડ પહોંચ્યા.. મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચતા વાવડીથી રોડથી જામનગર રોડ સુધી એક કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી. ખેડૂતો મગફળી, કપાસ, અડદ સહિતની વિવિધ જણસી લઈને માર્કેટ યાર્ડ પહોંચ્યા.. કાલાવડ માર્કેટ યાર્ડમાં કપાસના પ્રતિ મણ 1100થી 1550 સુધીનો ભાવ બોલાયો.. જ્યારે મગફળીનો પ્રતિ મણ 800થી 1300 રૂપિયા સુધીનો ભાવ બોલાયો.. સારા ભાવ મળતા ખેડૂતોની પણ દિવાળી સુધરી ગઈ.. ખેડૂતોને કોઈ અગવડ ન પડે તે માટે માર્કેટ યાર્ડમાં પણ જરૂરી સુવિધા વ્યવસ્થા ગોઠવવામાં આવી.. નોંધણી કરાવેલા વાહનોને તે મુજબ જ યાર્ડમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.. જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય..
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement