
PM Modi in Gujarat: PM મોદીનું ગુજરાતમાં આગમન, જામનગરમાં વડાપ્રધાનની એક ઝલક જોવા લોકો ઉમટ્યા
પ્રધાનમંત્રી મોદી તેમના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ માટે જામનગર પહોંચ્યા છે. અહીં એરપોર્ટ પરથી તેવો સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા. પ્રધાનમંત્રી મોદીને જોવા માટે જામનગરના રસ્તાઓ પર લોકો ઉમટી પડ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું. પીએ મોદી કાલે સવારે વનતારાની મુલાકાત લેશે. બપોર બાદ તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરશે. પ્રધાનમંત્રી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં રહેશે.
જામનગર એરપોર્ટ પર PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદીને આવકારવા માટે એરપોર્ટ બહાર લોકો ઉમટ્યા હતા.રસ્તાની બંને બાજુ લોકોની ભીડ એકઠી થઇ હતી. પીએમ મોદી આજે જામનગર સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે.
કાલે પીએમ વનતારાની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જામનગર પહોંચ્યા છે. કાલે પીએમ વનતારાની મુલાકાત લેશે. 2 માર્ચના PM મોદી સાસણ ગીર આવશે. 2 માર્ચના સાસણ ગીર ખાતે PM મોદી રાત્રિ રોકાણ કરશે. 'વલ્ડ વાઈલ્ડલાઈફ ડે' અંતર્ગત સાસણમાં વિશેષ બેઠકમાં PM મોદી ભાગ લેશે. 3 માર્ચના સવારે સાસણમાં સિંહ દર્શન કરશે.
2 માર્ચે PM મોદી વનતારાની મુલાકાતે જશે. જ્યાં સવારે 6:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી રોકાશે. ત્યારબાદ PM મોદી 1:30 વાગ્યે સીધા સોમનાથ પહોંચશે. બપોરે 2:15 વાગ્યે સોમનાથ મહાદેવ દર્શન કરશે. બપોરે 3.00 વાગ્યે સાસણગીર જવા રવાના થશે. જ્યાં બપોરે 4.00 વાગ્યે પહોંચશે. સાસણગીર ખાતે આયોજિત વન વિભાગની કોન્ફરન્સમા હાજરી આપશે.ત્યારબાદ સાસણગીર ખાતે આવેલા સિંહ સદનમાં રાત્રિ રોકાણ કરશે.