જામનગરમાં સવારથી જ વરસાદી માહોલ, પટેલ નગરમાં જળબંબાકારની સ્થિતિ
જામનગરમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. જિલ્લામાં મેઘરાજાની સવારી આવી પોહચી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પટેલ નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘરમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.