જામનગરમાં ક્રિકેટ બંગલા ખાતે મ્યુઝિયમ બનવાની જાહેરાતથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નિરાશ

જામનગરમાં ક્રિકેટ મ્યુઝિયમ બનવાની જાહેરાત થઈ છે ત્યારે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નયના બા જાડેજાએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ અંગે તેમણે જણાવ્યું હતું કે ક્રિકેટ બંગલો ભાવિ ક્રિકેટરો માટે ખૂબ મહત્વનો છે. સરકારના આવા પગલાંથી જામનગરમાંથી ભવિષ્યમાં દેશને ક્રિકેટર નહી મળે.સરકારે અન્ય જગ્યાએ મ્યુઝિયમ બનાવું જોઈએ. આ ક્રિકેટ બંગલામાં અનેક ક્રિકેટરોએ પ્રેક્ટિસ કરી છે. ખુદ પોતાના ભાઈ રવિન્દ્ર જાડેજા પણ અહીં પ્રેક્ટિસ કરતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola