જામનગરના વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયા અને મનપાના આસિસ્ટન્ટ કમિશ્નર ભાર્ગવ ડાંગર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. સાત કોરોના પોઝિટીવ દર્દીઓને ઘરે મોકલી દીધાનો કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો. આસિસ્ટન્ટ કમિશનરે મહિલા કોર્પોરેટરને મીટીંગ દરમિયાન ગેટ આઉટ કહી દીધું હતુ.