Jamnagar news: જામનગરમાં જીજી હોસ્પિટલની નવી ઈમારતનો પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં
Continues below advertisement
જામનગરની જીજી હોસ્પિટલનની જુની બિલ્ડીગને તોડી 8 માળની ઈમારત બનાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. જો કે પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટ યુનિટ અને જીજી હોસ્પીટલના સતાવાળાઓ ખુદ પોતે અવઢવમાં છે. કારણ કે એમપી શાહ મેડીકલ કોલેજના નવા બિલ્ડીંગની નીચેના ભાગે 1 હજાર તબીબી છાત્ર અભ્યાસ કરે છે. ત્યાં હંગામી ઓપીડી અડધો કરોડના ખર્ચે તૈયાર કરી દેવામાં આવી. એટલે કે ખુબ સાંકડો રસ્તો છે અને દર્દીઓ અને તેના સબંધીઓની સંખ્યા મોટી હશે. તો હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે.. સાથે જ સવાલ પણ ઉઠી રહ્યા છે કે. ડીમોલેશનની પ્રક્રિયા અને બાંધકામ શરૂ થાય તે પહેલા ચોક્કસ પ્લાન જાહેર કરવો જોઈએ. તો આ તરફ મેડિકલ કોલેજના ડીને પણ સ્વીકાર કર્યો કે.. OPD તો થઈ જશે. પરંતુ પાર્કિંગ માટે પ્રશ્ન રહેશે..
Continues below advertisement
Tags :
Jamnagar News