Kutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડ
કચ્છ જિલ્લાના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડ. માંડવી બીચ પર ટુ વ્હીલર ઉભી રાખી એક શખ્સ બુમો પાડી-પાડી વિદેશી દારૂ વેચી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર થોડા દિવસથી આ વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. તેમ છતાં માંડવી પોલીસ આરોપી સુધી ન પહોંચી શકી. અંતે પશ્ચિમ કચ્છ LCBએ આરોપીને ઝડપી લીધો. આરોપી મોહનીશ ઉદાસી માંડવીના ધવલનગર વિસ્તારમાં રહે છે. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે, મિત્રો સાથે બીચ પર દારૂ પીવા ગયો હતો. એ સમયે મારા મિત્ર કમલસિંહ જાડેજાએ આ વીડિયો બનાવ્યો હતો.
ગઈ કાલે માંડવી બીચનો એક વીડિયો શોસિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં એક યુવક પોતાની સ્કૂટી ઉપર દારૂની બોટલ રાખી બૂમો પાડતો હતો કે આવી જાવ, માંડવી બીચ પર આવીને દારૂ ન પીધો તો શું કર્યું, આવી જાવ, આવી જાવ, દારૂ લ્યો દારૂ લ્યો” તેવી બૂમો પડી રહયો હતો વીડિયો મીડિયામાં ચાલ્યા બાદ આંખે પાટો બાંધીને બેસેલી માંડવી પોલીસ જાગી પંરતુ પશ્ચિમ કચ્છ પોલીસ વડાની સૂચનાથી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો આરોપીએ કબૂલી પણ લીધું કે આ વીડિયો એને બે મહિના પહેલા માંડવી બીચ ઉપર બનાવ્યો હતો.