Vijapur Hit And Run : વિજાપુરમાં અજાણ્યા વાહનની ટક્કરે 2 વૃદ્ધાના મોત
Continues below advertisement
Vijapur Hit And Run : વિજાપુરમાં અજાણ્યા વાહનની ટક્કરે 2 વૃદ્ધાના મોત
વિજાપુરમાં હિટ એન્ડ રનમાં બે વૃદ્ધાના મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વિજાપુરના મહાદેવપુર-ગવાડા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. બે વૃદ્ધાને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો છે. જેમાં પુરીબેન ઠાકોર અને ધુળીબેન ઠાકોરનું મોત નીપજ્યું હતું. વિજાપુર પોલીસે વાહન ચાલકની શરૂ કરી શોધખોળ.
આ અંગેની વિગતો એવી છે કે, વિજાપુરના મહાદેવપુર-ગવાડા રોડ કોઈ અજાણ્યા વાહન ચાલકે પુરીબેન અને ધુળીબેન નામની વૃદ્ધાને અડફેટે લીધા હતા. જેમાં બંનેનું મોત નીપજ્યું હતું. પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement