Banaskantha Mass Suicide : બનાસકાંઠામાં એક સાથે 4 લોકોએ કેનાલમાં કૂદીને કરી લીધો આપઘાત
Banaskantha Mass Suicide : બનાસકાંઠામાં એક સાથે 4 લોકોએ કેનાલમાં કૂદીને કરી લીધો આપઘાત
બનાસકાંઠાના દિયોદર તાલુકામાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ગોદા નજીક કેનાલમાં ચાર લોકોની મોતની છલાંગ લગાવી હતી. મહિલા, પુરૂષ અને બે બાળકોએ લગાવી મોતની છલાંગ. દિયોદર પોલીસ અને સ્થાનિક તરવૈયાએ શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, દિયોદરના ગોદા નજીક કેનાલમાં 4 લોકોએ મોતની છલાંગ લગાવી દીધી હતી. આપઘાત કરનારામાં મહિલા, પુરુષ અને બે બાળકો હોવાનું આવ્યું સામે. દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે તજવીજ હાથધરી છે. સ્થાનિક તરવૈયા સહિત પોલીસ હાલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, આ લોકો કોણ છે અને કેમ આપઘાત કર્યો તે હજુ જાણી શકાયું નથી.