Arvalli Car Accident : મોડાસામાં કાર માઝુમ નદીમાં ખાબકતા 4 શિક્ષકોના મોત
Arvalli Car Accident : મોડાસામાં કાર માઝુમ નદીમાં ખાબકતા 4 શિક્ષકોના મોત
Modasa Accident: અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના બાયપાસ પાસે આવેલા માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકતા 4 લોકોના મોત નીપજ્યા છે. આ અંગે વિગતે વાત કરીએ તો, મોડાસા ખાતે આવેલા માઝૂમ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં મળતી માહિતી મુજબ આ અકસ્માત રાત્રીના 9:30 વાગ્યાની આજુબાજુના સમયમાં સર્જાયો હોવાની માહિતી સામે આવી હતી. જેમાં મોડાસાના પેલેટ ચોકડી બાજુથી આવતી કાર 40 ફૂટ ઊંડી માઝૂમ નદીમાં પડતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જયારે એક યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના બાયપાસ રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ પરની છે. ઘટનાને લઇ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
મોડાસાના પેલેટ ચોકડી તરફથી આ કાર આવી રહી હતી ત્યારે આ કાર સિઘી માઝૂમ નદીમાંમાં પડતા ચાર યુવકોના મોત નીપજ્યા છે જેમાં કપિલ ઉપાધ્યાય, વિશાલ રાજ, આબીદ મરડીયા, દિપક મેવાડા નામના વ્યક્તિઓના મોત નીપજ્યા છે. આ ચારેય યુવકો અંગે વાત કરીએ તો એક યુવક મોડાસાના એક મોશન ટ્યુશન ક્લાસીસ તેમજ ત્રણ લોકો ખાનગી સ્કૂલમાં કરાર આધારિત શિક્ષક તરીકે નોકરી કરતા હતા અને મોડાસા શહેરમાં રહેતા હતા.
અકસ્માત સર્જાતા લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો ત્યારે હાલ ત્યારે સમગ્ર મામલે મોડાસા ફાયરની ટીમ તેમજ સ્થાનિક પોલિસ તેમજ ASP સહીત ટીમ ઘટના સ્થળે પોંહચી આવી હતી અને મૃતદેહો બહાર કાઢી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો આ અંગે પોલીસે જણાવ્યું કે તહેવારના સમયે વાહન ચલાવતી વખતે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.
તો બીજી તરફ મોડાસા પાસેના માજુમ નદીના બ્રિજ પર એક કાર નદીમાં ખાબકવાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલ મોકલવામાં આવ્યો. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકોના મૃત્યુ થયા હતા, જેમના મૃતદેહોને બહાર કાઢીને સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. તે ફાયર વિભાગેે જણાવ્યું હતું.