Mehsana Crime : કડીમાં ગુંડારાજ, યુવક પર હથિયારો સાથે 5 શખ્સોનો જીવલેણ હુમલો, સામે આવ્યા સીસીટીવી
Mehsana Crime : કડીમાં ગુંડારાજ, યુવક પર હથિયારો સાથે 5 શખ્સોનો જીવલેણ હુમલો, સામે આવ્યા સીસીટીવી
મહેસાણાના કડીમાં ગુંડારાજના દ્રશ્યો સામે આવ્યા છે. જીમ બહાર પાંચ શખ્સોએ કર્યો જીવલેણ હુમલો. જુની અદાવતમાં હુમલો થયાની ફરિયાદ. કેટલાક શખ્સો હાથમાં તલવાર લઈને દોડતા CCTVમાં કેદ. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને અમદાવાદ સારવાર માટે ખસેડાયો. મેઘરાજ, વિપુલ, નગીન, શ્રવણ, ચેતન નામના શખ્સ સામે ફરિયાદ. કડી પોલીસે આરોપીઓની કરી ધરપકડ.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, કડીના જીમ બહાર પાંચ શખ્સોએ એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ શખ્સો હથિયાર સાથે યુવક પર તૂટી પડ્યા હતા. આ હુમલમાં યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. યુવક દ્વારા ફરિયાદ કરાતાં પાંચ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે.