Vijapur Heavy Rain | વિજાપુરમાં ફાટ્યુ આભ, આઠ ઈંચ વરસાદમાં ઘુસી ગયા પાણી

Continues below advertisement

Vijapur Heavy Rain | હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર, મધ્ય અને દક્ષિણના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણાના વિજાપુરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં છેલ્લા  4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતાં મોટાભાગના વિસ્તાર જળમગ્ન બન્યા છે. આઠ ઈંચ વરસાદથી વિજાપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આઠ ઇંચ વરસાદ વરસતા

ટીબી રોડ, બોમ્બે સોસાયટીમાં ગોઠણસમા પાણી ભરાતા બજારો સજ્જડ બંધ થઇ ગઇ છે. દુકાનો અને રહેણાંક ઘરોમાં  વરસાદી પાણી ફરી વળતા ઘરની ઘરવખરી અને માલેન પારાવાર નુકસાન થયું છે. વિજાપુરની મનમંદિર સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ કેટલાક ઘરમાં પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત થયું છે. વિજાપુરમાં સતત ભારે વરસાદના કારણે  અનેક વિસ્તારોમાં પાણી ભરાતા કેટલાક રસ્તા બ્લોક થઇ ગયા છે. રોડ રસ્તા જળમગ્ન થઇ જતાં  વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

મહેસાણા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો  છે.  વિસનગરમાં પણ  અઢી ઈંચ વરસાદ  વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે.વિસનગર ઉપરાંત  વડનગર, ઊંઝામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભાંડુ, વાલમ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તાર પર મેઘો મહેરબાન થતાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.   

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram