Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ લીધી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત, પદાધિકારીઓ સાથે કરી બેઠક
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ લીધી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત, પદાધિકારીઓ સાથે કરી બેઠક
સુઇગામ પહેલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યો સાંતલપુરનો પ્રવાસ. સાંતલપુરમાં પૂરગ્રસ્ત ગામનો અધ્યક્ષ શંકર ચૌધરીએ કર્યો પ્રવાસ. નળિયા ગામમાં મૃતક પાંચ યુવકોના પરિવાર સાથે મુલાકાત. મૃતક યુવાનોના પરિવારને અધ્યક્ષ શંકર ચૌધરીએ પાઠવી સાંત્વના. મૃતકના પરિવારને યોગ્ય સહાય માટે શંકર ચૌધરી સરકારમાં કરશે રજૂઆત. કલ્યાણપુરા ગામમાં ખેડૂતો અને સ્થાનિક આગેવાનો સાથે સંવાદ. ભારે વરસાદથી નુકસાનીને લઇને સ્થાનિકોએ અધ્યક્ષને કરી રજૂઆત. સાંતલપુર અને રાંધનપુર તાલુકામાં ભારે નુકસાન. કેટલાક ગામમાં હજુ પણ પાણી ભરાયેલા છે. ખેતરોમાં પણ હજુ લાંબા સમય સુધી પાણી રહેશે તેમ લાગે છે. સુઈગામ અને સાંતલપુરની સ્થિતિ એક જ જેવી છે.
મુખ્યમંત્રીએ લીધી બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત
અસરગ્રસ્ત સુઈગામ તાલુકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ભારે વરસાદ બાદ સુઈગામની સ્થિતિનો મેળવ્યો ચિતાર. સુઈગામમાં પાણી ભરાયેલા સ્થળનું મુખ્યમંત્રીએ કર્યુ નિરીક્ષણ. જલોયા ચાર રસ્તા પર મુખ્યમંત્રીએ કર્યુ નિરીક્ષણ. અધ્યક્ષ શંકર ચૌધરી અને અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની બેઠક. સુઈગામના પૂરગ્રસ્ત વિસ્તારનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવ્યો ચિતાર..અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત..વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભારે વરસાદ બાદની સ્થિતિની કરી સમીક્ષા....