Mehsana News : મહેસાણાના વિજાપુરના જેપુર ગામમાં ફ્રિઝમાં બ્લાસ્ટ
મહેસાણાના વિજાપુરના જેપુર ગામે ફ્રિજ બ્લાસ્ટની ભયંકર ઘટના બની છે. અહીં ગેસ ચાલુ કરતા જ રસોડામાં ધડાકાભેર ફ્રીઝમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં પિતા-પુત્ર ગંભીર રીતે દાઝ્યાં છે જ્યારે પત્નીને સામાન્ય ઈજા થઇ છે. ઈજાગ્રસ્ત પિતા ગીરધરભાઈ પટેલ અને પુત્ર મૌલિક પટેલને સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, રસોડાના બારી-દરવાજાના કાંચ તૂટી ગયા હતા અને ઘરવખરીને નુકસાન થયું હતું.બ્લાસ્ટથી આગ લાગતાની તીવ્રતાથી રસોડાની બહારનો ઝૂલો પણ આગની લપેટમાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં આડોશી-પાડોશીઓએ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને આગ પર ર કાબૂ મેળવ્યો હતો.ગંભીર રીતે દાઝેલા પિતા-પુત્રને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા છે. ઘટનાની જાણ પોલીસને પણ કરાઇ છે. જેથી પોલીસ બ્લાસ્ટના કારણોની તપાસ શરૂ કરી છે.ફ્રિજ બ્લાસ્ટના પગલે જેપુર ગામના આંબાવાડીયા વિસ્તારમાં ગભરાટ છવાયો છે.