Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર

Continues below advertisement

મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા. જોકે પોલીસની સતર્કતાથી મોટી રકમ બચી ગઈ છે. ડોક્ટર ડિઝિટલ એરેસ્ટનો ભોગ બન્યા હોવાની જાણ થતા  પીઆઇ પી.એલ. વાઘેલા અને જે.જી. વાઘેલાએ સાયબર ક્રાઇમ મહેસાણાએ ભોગ બનનારનો સંપર્ક કરી અન્ય બેન્ક ખાતાં સ્ટોપ કરાવી દેતાં ડોક્ટરની આજીવન મૂડી લૂંટાતી અટકી ગઇ હતી.ડૉક્ટરે તેમના કર્મચારીને ફોન કરીને દવાખાનું બંધ રાખવા જણાવતાં તેણે ડૉક્ટરના દીકરા કવનને જાણ કરી હતી. કવનના કહેવાથી પોલીસ તેમના ઘરે આવી ત્યારે વીડિયોકોલ પરના ગઠિયાઓએ તેમને પોલીસ સાથે જવાની ના પાડી મોબાઈલ સંતાડવાનું કહ્યું. જોકે, ડૉક્ટરને ડિઝિટલ એરેસ્ટ કરાયા હોવાની જાણ થતાં પોલીસે તેમના ખાતા બંધ કરાવી દીધા હતા. સદનસીબે, શેરના પૈસા હજુ ખાતામાં આવ્યા ન હોવાથી કોઈ રકમ ટ્રાન્સફર થઈ ન હતી.એક નિવૃત્ત ડૉક્ટર મનુભાઇ પટેલને 'ડિજિટલ એરેસ્ટ'ના નામે રૂ.1.21 કરોડની માતબર રકમની છેતરપિંડીનો પ્રયાસ કરાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola