
Mehsana News: મહેસાણાના ગોજારીયામાં વિદેશ મોકલનાર એજન્ટોના ત્રાસથી વૃદ્ધે કરી આત્મહત્યા
મહેસાણાના ગોજારીયા ગામમાં પિતાને ગુમાવવો પડ્યો જીવ. દીકરાને વિદેશ મોકલવા પુષ્કળ નાણા ખર્ચ્યા. બાદમાં બાકી રહેલા નાણાની એજન્ટ તરફથી પઠાણી ઉઘરાણી કરાતા પિતાએ કરી આત્મહત્યા. એજન્ટો તરફથી સતત થતું હતું ટોર્ચરિંગ. 60 વર્ષીય કૌશિક પંચોલી નામના વ્યક્તિએ કર્યો આપઘાત. અમદાવાદના ત્રણ એજન્ટ ગૌરવ મોદી, કમલેશ પટેલ અને ચિરાગ પટેલ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની થઈ ફરિયાદ
મહેસાણાના ગોજારીયામાં વિદેશ મોકલનાર ત્રણ એજન્ટોના ત્રાસથી કૌશિકભાઈ પંચોલી નામના વૃદ્ધે કરી આત્મહત્યા.. મૃતક કૌશિકભાઈ પંચોલીએ એજન્ટો મારફતે વિદેશ મોકલ્યો હતો.. જો કે દીકરાને વિદેશ મોકલ્યા બાદ બાકી રહેલા નાણાની એજન્ટોએ પઠાણી ઉઘરાણી કરવાનું શરૂ કર્યુ હતુ.. નશાની હાલતમાં ઘરે આવીને વારંવાર પૈસા આપવા દબાણ કરતા આખરે કંટાળીને કૌશિકભાઈ પંચોલીએ એસિડ પીને આત્મહત્યા કરી લીધી. વૃદ્ધની આત્મહત્યા બાદ મહેસાણા પોલીસે અમદાવાદના ત્રણ એજન્ટ ગૌરવ મોદી, કમલેશ પટેલ અને ચિરાગ પટેલ વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી ત્રણેયને પકડવા તપાસ હાથ ધરી.