Kadi By Election Voting : કડીમાં કોઈ કાંટાની ટક્કર નથી, નીતિન પટેલનો હુંકાર
Kadi By Election Voting : કડીમાં કોઈ કાંટાની ટક્કર નથી, નીતિન પટેલનો હુંકાર
કડીમાં આજે સવારથી જોરશોરથી મતદાન થઈ રહ્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આજે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જંગ રહેતો હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં, તેમણે કડીમાં કોઈ કાંટાની ટક્કર ન હોવાનું જણાવી ભાજપની જીતનો દાવો પણ કર્યો હતો.
કડીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 36 ટકા મતદાન
હાલના સમાચાર પ્રમાણે અત્યાર સુધીમાં કડીમાં 39 ટકા મતદાન છે. વરસાદી માહોલના કારણે શરૂઆતમાં કડીમાં મતદાન ધીમું રહ્યું છે. મોટી સંખ્યામાં મહિલા મતદારો મતદાન કરવા પહોંચ્યા હતા.
કડી વિધાનસભા બેઠક પર પાટીદાર અને ઠાકોર મતદારો નિર્ણાયક
કડી વિધાનસભા બેઠક પર પાટીદાર અને ઠાકોર મતદારો નિર્ણાયક છે. કડીમાં 30 ટકા પાટીદાર તો 31 ટકા ઠાકોર મતદારો છે. કડીના ધારાસભ્ય કરશન સોલંકીના નિધનથી બેઠક ખાલી પડતા પેટાચૂંટણી યોજાઇ રહી છે.
કડીની ચૂંટણીની તસવીર
કડી વિધાનસભા પેટાચૂંટણીમાં 294 મતદાન મથકો, 106 બૂથ સંવેદનશીલ છે. કડી વિધાનસભા બેઠક જાળવી રાખવા માટે, ભાજપે પોતાના જનસંઘ યુગના દિગ્ગજ નેતા અને પાર્ટીના વફાદાર રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે કડી વિધાનસભા મતવિસ્તારમાંથી વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડાને પણ મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ કડીમાં જગદીશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. કડી વિધાનસભા પેટાચૂંટણીમાં 106 બૂથ સંવેદનશીલ છે.