Patan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડ

Continues below advertisement

Patan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડ

પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થી સાથે રેગિંગ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મેડિકલ હોસ્પિટલમાં એમબીબીએસ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલ મેથાણીયાનું મોત થયું છે.  પાટણ એમબીબીએસ વિદ્યાર્થીના મોત મુદ્દે 15 વિદ્યાર્થી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થી સાથે રેગિંગની આશંકા વચ્ચે કાર્યવાહી કરવામાં આવી. એન્ટી રેગિંગ કમિટી તરફથી ભોગ બનનાર અને રેગિંગ કરનારા વિદ્યાર્થીઓની પૂછપરછ પણ કરવામાં આવી. એન્ટી રેગિંગ કમિટી તરફથી 27 વિદ્યાર્થીઓની પૂછપરછ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાંથી 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. બીજી તરફ પોલીસ ફરિયાદ નોંધાવવાની શરૂ કરી કરી છે. તો મોડી રાત્રિના એબીવીપીના કાર્યકરોએ ધારપુર મેડિકલ કોલેજ ખાતે સૂત્રોચ્ચાર કર્યો અને વિરોધ પ્રદર્શન કરતાં અટકાવતા એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું. પોલીસે આઠથી વધુ એબીવીપીના કાર્યકરોને ડિટેઇન કર્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram