Sabarkantha Car Accident : સાબરકાંઠામાં કાર ઝાડ સાથે અથડાતા 2ના ઘટનાસ્થળે જ મોત
Continues below advertisement
Sabarkantha Car Accident : સાબરકાંઠામાં કાર ઝાડ સાથે અથડાતા 2ના ઘટનાસ્થળે જ મોત
સાબરકાંઠામાં પૂરપાટ જતી કાર ઝાડ સાથે અથડાતા 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
વડાલી-ખેડબ્રહ્મા હાઈવે રોડ પર રાત્રીના સમયે સર્જાયો અકસ્માત. કાર ઝાડ સાથે અથડાતા સર્જાયો અકસ્માત. ઈડર તરફથી આવી રહેલ કાર ને વડાલીના રેલવે ફાટક નજીક નડ્યો અકસ્માત. કારમાં સવાર ત્રણ લોકો પૈકી બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા. ૧૦૮ મારફતે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વડાલી પોલીસે ઘટના સ્થળે પહોંચી બે મૃતદેહ ને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement