Gujarat Water Logging : ઉત્તર ગુજરાતના 4 અંડરપાસમાં વરસાદ બાદ ભરાયા પાણી, જુઓ અહેવાલ
Gujarat Water Logging : ઉત્તર ગુજરાતના 4 અંડરપાસમાં વરસાદ બાદ ભરાયા પાણી, જુઓ અહેવાલ
મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદથી ઠેક ઠેકાણે પાણી ભરાયા
મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદથી ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા. કડી અને ઊંઝા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરાયા હતા. બહુચરાજીના સંખલપુર ગામ તરફ મુખ્ય રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર કરાયો હતો.
મહેસાણાના બહુચરાજીમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાતા ધારાસભ્ય લાલઘૂમ
મહેસાણાના બહુચરાજીમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાતા ધારાસભ્ય લાલઘૂમ થયા હતા. MLA સુખાજી ઠાકોરે રેલવે વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. સુખાજી ઠાકોરે કહ્યું કે રેલવે વિભાગના પાપે લોકો પરેશાન થઈ રહ્યા છે. ગરનાળું તો બનાવ્યું છે પણ પાણી નિકાલનો રસ્તો નથી. કલેક્ટર અને સ્થાનિક પ્રશાસન તુરંત પાણીનો નિકાલ કરાવે.
મહેસાણાના કડીમાં વરસાદથી પાણી ભરાયા
મહેસાણાના કડીમાં વરસાદથી પાણી ભરાયા હતા. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. પાણી ભરાતા રેલવે અંડરપાસ બંધ કરાયો હતો. કડી થોર તરફ જવાના રસ્તા પરના રેલવે અંડરપાસમાં પાણી ભરાયું હતું. રાતે પડેલા વરસાદ અને ભારે પવનના કારણે જિલ્લાના અનેક ગામોમા વીજ પુરવઠો ખોરવાયો હતો. બહુચરાજી, મોઢેરા સહીત અનેક વિસ્તારમાં વિજ પુરવઠો ખોરવાયો હતો. છેલ્લા પાંચ કલાક કરતાં વધુ સમયથી વીજ પુરવઠો બંધ છે.