Mehsana Rain: મહેસાણામાં જળબંબાકાર, સ્કૂલ છૂટવાના સમયે જ વરસાદ પડતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી

Mehsana Rain:  મહેસાણામાં જળબંબાકાર, સ્કૂલ છૂટવાના સમયે જ વરસાદ પડતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી

મહેસાણા શહેરમાં પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી.  રાધનપુર રોડ પર સહારા ટાઉનશિપ પાસે પાણી ભરાઇ જતાં અનેક વાહનો પાણીમાં ગરકાવ . મહેસાણા શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે મહેસાણા મહાનગરપાલિકાની પ્રીમોનસૂન કામગીરીના દાવાની પોલ ખુલી ગઈ હતી. મહેસાણા ગોપીનાળું ,રાધનપુર ચોકડીથી ગોપી નાળાદરા જવાનો રસ્તો, રાધનપુર રોડ ઉપર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સહારા ટાઉનશીપ તેમજ રાધનપુર મહેસાણા મુખ્ય હાઇવે ઉપર પાણી ભરાઈ જતા લાંબો ટ્રાફિકજામ થયો હતો. મહેસાણા મહાનગરપાલિકાની પ્રમોશન કામગીરીની પોલ ખૂલાઈ ગઈ હતી. રાધનપુર રોડ ઉપર કેટલીક સોસાયટીના નાકે તેમજ મુખ્ય રોડ ઉપર પાણી ભરાઈ જવાના કારણે તંત્રએ મુખ્ય રોડ તોડી પાણીનો નિકાલ કર્યો હતો. લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી પહોંચતા લોકો પરેશાન થયા હતા, તો કેટલાક વાહનો બંધ થઈ જતા લોકોની હાલત કફોડી બની હતી.

મહેસાણાના ગોપીનાળામાં ભરાયા પાણી . મહેસાણા મહાનગરપાલિકા તો બની ગયું પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે. મહેસાણા મહાનગરપાલિકા નો પ્રી મોન્સૂન નો પ્લાન ખાડે ગયો . ગોપીનાળામાં પાણી ભરાતા સ્થાનિકોને પરેશાની. ગોપીનાળામાં પાણી ભરાતાં એકબાજુ નો રસ્તો બંધ કરાયો . ગોપીનાળામાં પાણી ભરાતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા . એક બાજુ રસ્તો બંધ થતા ગોપીનાળામાં ટ્રાફિક જામ સર્જાયા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola