Mehsana Dharoi Dam: શિયાળાના પ્રારંભે ધરોઈ ડેમમાંથી છોડાયું પાણી, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

Continues below advertisement

ચોમાસાની સત્તાવાર વિદાય પછી પ્રથમ વખત એવું બન્યું છે કે ધરોઈ ડેમમાંથી શિયાળાની શરૂઆતમાં જ પાણી છોડવામાં આવ્યું હોય. નવેમ્બર માસમાં ઠંડી પડતી હોય છે. પરંતુ હાલ ઠંડીના બદલે વરસાદ વરસી રહ્યો છે. ચોમાસા જેવો જ
વરસાદ ખાબકતા જ ધરોઈ ડેમોમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. ધરોઈ ડેમમાંથી ચોમાસામાં પાણી છોડાયું હતુ. ત્યારે સાબરમતી નદી બે કાંઠે થઈ હતી તેવી સ્થિતિ ફરી સર્જાય તો નવાઈ નહીં. ધરોઈ ડેમના ઉપરવાસમાં સતત વરસાદ પડવાના કારણે બે હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાં સપાટીનું રૂલ લેવલ જાળવી રાખવા માટે 3 હજાર 450 ક્યૂસેકથી વધારી 5 હજાર 368 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતુ. સાબરમતી નદીમાં પાણી છોડવાના કારણે હેઠવાસમાં આવતા નદી કાંઠે આવતા મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા સહિતના વિસ્તારોને એલર્ટ કરાયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola