Surat: પત્રકારે હાર્દિક પટેલને પૂછ્યુ- શું તમે આમ આદમી પાર્ટીમાં જોડાશો? જાણો શું આપ્યો તેણે જવાબ?
સુરત જિલ્લાના કઠોર ન્યાયાલય ખાતે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે હાજરી આપી હતી. ૫ વર્ષ પહેલાના હાઈવે પર ચક્કાજામના કેસમાં આજે તારીખ હતી. હાર્દિક નારાજ છે તે મામલે હાર્દિક પટેલે નિવેદન આપ્યુ છે કે, હું ખુશ છું. ગઈ કાલે જ સુરતમાં કાર્યકર્તાઓને મળ્યો છું. ઘર મોટુ છે એટલે ચર્ચાઓ થવી સ્વાભાવિક છે. આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે કે નહીં, તે અંગે પ્રશ્ન પૂછાતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મને ખબર નથી. મારું પ્લાનિંગ તમને કેમ ખબર પડે?