Alpesh Thakor:ગેનીબેનના જ નિવેદન પર અલ્પેશ ઠાકોરે માંગ્યા વોટ | Geniben Thakor | Abp Asmita

ગુજરાતમાં રાજકીય ધમાસાન શરૂ થઇ ગયું છે. બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર આગામી પેટાચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસની સાથે સાથે અપક્ષ ઉમેદવાર અને સમર્થકો પુરજોશમાં પ્રચારમાં લાગ્યા છે. પેટાચૂંટણીના મતદાનના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે વાવમાં અલ્પેશ ઠાકોરને મેદાનનાં ઉતાર્યા છે. અલ્પેશ વાવમાં પ્રચાર દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરને આડેહાથે લીધા અને તેમને એક જુના નિવદેનને લઇને આકરા પ્રહારો કર્યા હતા. 

બનાસકાંઠાની વાવ પેટાચૂંટણીમાં પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ નેતા અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વાવમાં પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપના પ્રચાર દરમિયાન તેમને કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરના એક જુના નિવેદનને લઇને ભાજપને મત આપવા માટે ઠાકોર સમાજને અપીલ કરી હતી. અલ્પેશ ઠાકોરે પ્રચાર દરમિયાન ગેનીબેનના એક નિવેદન પર કહ્યું કે, ઠાકોર જ્યાંથી ટિકીટ લઇને આવે ત્યાં મત આપજો, ત્યાં તમારે મત આપવાની છૂટ છે. તમે હવે ઠાકોરને મત આપજો રાહ શેની જુઓ છો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola