સત્તાની લાલચમાં પાર્ટી છોડી જનારને જનતા માફ નહીં કરેઃ અંબરીશ ડેર

પેટા ચૂંટણી અગાઉ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલિયા ભાજપમાં જોડાયા હતા. કિશોર ચીખલિયાએ હાર્દિક પટેલ અને લલિત કગથરા પર આર્થિક વ્યવહાર કર્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. સાથે તેમણે કૉંગ્રેસમાં રૂપિયાથી ટિકિટનો વહીવટ થતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. કિશોર ચીખલિયા ભાજપમાં જોતાડા કૉંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેરે કહ્યું કે કિશોર ચીખલિયાના ભાજપમાં જવાથી કૉંગ્રેસને કોઈ ફેર નહીં પડે. તેમણે કહ્યું કે, સત્તાની લાલચમાં પાર્ટી છોડી જનારને જનતા માફ નહીં કરે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola