નીતિન પટેલ બીજાએ લખેલી સ્ક્રીપ્ટ વાંચી રહ્યા છેઃ અમિત ચાવડા
કોગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આરોપોનો જવાબ આપતા કહ્યું હતું કે, નીતિન પટેલ બીજાએ લખેલી સ્ક્રીપ્ટ વાંચી રહ્યા છે. મહત્વનું છે કે નીતિન પટેલે દાવો કર્યો હતો કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કૉંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સભાની ચૂંટણી સમયે કૉંગ્રેસે ભાજપના ધારાસભ્યને ખરીદવાનો પ્રયાસ હતો. જે ધારાસભ્યોને ઓફર કરાઈ હતી તેમણે ભાજપને જાણકારી આપી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.