Amit Chavda On Bridge Collapse: ‘સરકારી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા..’

Amit Chavda On Bridge Collapse: ‘સરકારી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા..’

વડોદરામાં બ્રિજ દુર્ઘટનાને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે.. તેમણે કહ્યું કે, સરકારી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા છે...                                       

વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના પર દુઃખદ સમાચાર આવ્યા છે. બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે. મહીસાગર નદીમાંથી વધુ પાંચ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. નદીમાં હજુ પણ રેસ્ક્યૂ ઑપરેશનની કામગીરી ચાલી રહી છે. SDRF, ફાયર વિભાગની ટીમનું રેસ્ક્યૂ ઑપરેશન ચાલી રહ્યું છે. હજુ પણ દુર્ઘટનામાં મોતનો આંકડો વધી શકે છે. સ્થાનિકોની મદદથી રેસ્ક્યૂ ઑપરેશનની કામગીરી ચાલી રહી છે. રેસ્ક્યૂ ઑપરેશનમાં સ્થાનિકોએ પ્રશંસનિય કામગીરી કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola