Amit Shah | અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, જાણો આજનું શું છે શિડ્યુઅલ?

Continues below advertisement

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેઓ આજે ગાંધીનગર ખાતે 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિતે કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ બપોરે 2 વાગ્યે બનાસકાંઠાના થરાદ તાલુકાના ચાંગડા ગામે સહકારી પાયલટ પ્રોજેકટની મુલાકાત લઈ દૂધ ઉત્પાદક મહિલાઓને ઝીરો ટકા વ્યાજના Rupay કાર્ડનું વિતરણ કરશે.

કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે. મોંઘવારીના મારથી ખેડૂતોને બચાવવા અને તેમના ખેતી ખર્ચમાં ઘટાડો કરવા કેન્દ્ર સરકાર નવી યોજના શરૂ કરવા જઈ રહી છે, જે અંતર્ગત સરકાર નેનો-ફર્ટિલાઇઝર્સ પર સબસિડી આપશે. આ સાથે નેનો-ખાતરને ખેડૂતોમાં લોકપ્રિય બનાવવામાં આવશે. સાથે જ ખેડૂતો માટે ખેતીનો ખર્ચ પણ ઘટશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેનું લોકાર્પણ કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram