કોંગ્રેસની વધુ એક વિેકેટ પડી, વસંત ભટોળ ભાજપમાં થયા સામેલ
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓનું ભાજપમાં જોડાવાનું શરૂ જ છે. તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. દાતાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા વસંત ભટોળ ભાજપમાં જોડાયા છે. આજે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેર્યો હતો. તેઓ પોતાના સમર્થકો સાથે કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા.