Arvind Kejariwal ED Case| ઈડી કેસને લઈને આજના સૌથી મોટા સમાચાર, કેજરીવાલને મળી મોટી રાહત;Watch Video

Continues below advertisement

 દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે  મોટી રાહત આપી છે. કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. પરંતુ તેમની ધરપકડનો મામલો ED દ્વારા સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચને સોંપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીનો મામલો મોટી બેન્ચને મોકલી દીધો છે. હવે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે. આ કેસમાં ચીફ જસ્ટિસ ત્રણ જજોની નિમણૂક કરશે. કેજરીવાલને મોટી બેન્ચ સમક્ષ કેસની સુનાવણી સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

પરંતુ કેજરીવાલ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. હાલમાં તે CBI કસ્ટડીમાં છે પરંતુ ED કેસમાં તેમને વચગાળાના જામીન મળી ગયા છે. આવી સ્થિતિમાં તે હાલ જેલમાં જ રહેશે.

માત્ર પૂછપરછથી ધરપકડ થઈ શકે નહીં

કેજરીવાલને વચગાળાના જામીન આપતાં કોર્ટે કહ્યું કે ધરપકડ માત્ર પૂછપરછથી થઈ શકે નહીં. કેજરીવાલના વકીલ વિવેક જૈને કહ્યું કે 18 જુલાઈએ દિલ્હી હાઈકોર્ટમાં સીબીઆઈ કેસની સુનાવણી છે. આ મામલે નિર્ણય આવ્યા બાદ જ ખબર પડશે કે કેજરીવાલ બહાર આવશે કે નહીં? જો કે કેજરીવાલ જેલમાંથી બહાર આવે તેવી શક્યતાઓ પ્રબળ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram