ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું પાછું ખેંચ્યું, જુઓ વીડિયો
ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાને મનાવવામાં ભાજપ સફળ રહ્યું હતું. મનસુખ વસાવાએ રાજીનામુ પાછું ખેંચ્યું છે.મુખ્યમંત્રી રૂપાણી અને કેબિનેટ મંત્રી ગણપત વસાવા સાથે મુલાકાત કર્યા બાદ મનસુખ વસાવાએ રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. મનસુખ વસાવાએ કહ્યું હતું કે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યું હતુ. જો કે કેંદ્રીય નેતૃત્વને સાંસદ તરીકે ચાલુ રહેવાનું કહેતા રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય લીધો.