
BJP Candidate List: નગરપાલિકા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita
Continues below advertisement
રાજ્યની 68 નગરપાલિકા, ત્રણ તાલુકા પંચાયત અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા માટે ભાજપમાં અંતિમ તબક્કામાં છે. મુખ્યમંત્રી આવાસ પર ગઈકાલે મળેલી બેઠકમાં મુખ્યમંત્રી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને પાર્લિયામેન્ટ્રી બોર્ડના સભ્યોએ મંથન કરી જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ આ વર્ગની પાલિકાના ઉમેદવારો નક્કી કરી લીધા છે. આજે બીજા દિવસે પણ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે. મુખ્યમંત્રી આજે દિલ્હી જઈ પરત ફર્યા બાદ બેઠકમાં જોડાશે. ત્રણ તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની તમામ 2187 બેઠકો માટે આજે મોડી રાત સુધીમાં યાદી તૈયાર થઈ જશે.
Continues below advertisement