Amreli ના ખાંભાના ભાજપના મંત્રી કોગ્રેસમાં જોડાયા, તાલુકા પંચાયતની ટિકિટ કપાતા બળવો
અમરેલીમાં ભાજપના ખાંભા તાલુકાના મંત્રી જસુભાઈ મોભ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. છેલ્લા 18 વર્ષથી ભાજપમાં સંગઠન ક્ષેત્રે કામ કર્યું છે. ભાજપે પીપળવા તાલુકા પંચાયતની ટિકિટ કાપતા બળવો કર્યો. ખાંભા તાલુકા કોંગ્રેસ પ્રમુખે જસુભાઈને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.