BJP MLA | મતદાનના દિવસે વોટિંગ નહીં કરો તો રજા કેન્સલ કરી દેવાની ચીમકી. વલસાડના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર ની જાહેર મંચ પરથી ચીમકી. સભા સંબોધતા પાટકરનું નિવેદન. મતદાનના દિવસે કંપનીઓમાં અને ઓફિસોમાં રજા જાહેર કરી છે. બીજા દિવસે કંપનીઓમાં આંગળી પરનું મતદાનનું નિશાન ચેક કરાશે. રજા લઈ મતદાન નહિ કર્યું હોય તો રજા કેન્સલ કરી દેવાશે. સરીગામમાં ભાજપની સભાના મંચ પરથી રમણ પાટકરનું નિવેદન. ભાજપ ઉમેદવાર ધવલ પટેલ પણ સભામાં હતા હાજર. પાટકરની ચીમકી ચર્ચાનું કેન્દ્ર.