કોરોના સંક્રમણ વચ્ચે હોળીની ઉજવણીમાં ભાજપના ધારાસભ્ય ભૂલ્યા નિયમો, હોળી ધામધૂમથી ઉજવણી
Continues below advertisement
છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યમાં રોજના 2000થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જોકે તેમ છતાં ભાજપના નેતાઓ કોરોનાની ગાઇડલાઇનનો (Corona Guideline) ઉલાળીયો કરી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પાવી જેતપુરના ધારાસભ્ય (Pavi Jetpur MLA) સુખરામ રાઠવાએ (Sukhram Rathva) વિસ્તારના આદિવાસીઓ સાથે હોળીની ઉજવણી કરી હતી. ધારાસભ્યએ માસ્ક વગર જ યુવકના ખભે બેસી ડાન્સ કર્યો હતો. તેમનો પારંપરિક નાચગાન સાથે હોળીની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કવાંટના ગોડધા ગામે હોળીની ઉજવણીમાં કાર્યકરના ખભે બેસીને નાચગાન કરી રહ્યા છે.
Continues below advertisement