BJP Updates | પૂર્ણેશ મોદીને મળી શકે છે મોટી જવાબદારી, જાણો નડ્ડા અને અમિત શાહની મીટિંગમાં શું થયું?
Continues below advertisement
ગુજરાતમાં પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ કેન્દ્રમાં મંત્રી તરીકે જવાબદારી સંભાળી લીધી છે, ત્યારે હવે ગુજરાતમાં પ્રદેશ ભાજપના પ્રમુખની જવાબદરી અન્ય નેતાને સોંપાય તો નવાઈ નહીં, ત્યારે પ્રદેશ પ્રમુખ કોને બનાવાશે તેને લઈ રાજકીય ચર્ચા વર્તુળ તેજ થઈ છે. તો કેટલાક નેતાઓના દિલ્હીના આંટા ફેરા પણ શરૂ થયા છે. પૂર્ણેશ મોદીએ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે મુલાકાત કરતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
અત્રે જણાવીએ કે, પ્રદેશ ભાજપ પ્રમુખની વરણીને લઈ ગાંધીનગરથી લઈ દિલ્હી સુધી હિલચાલ થઈ રહી છે. પૂર્ણેશ મોદીએ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે મુલાકાત કરી છે. અમિત શાહ અને જે.પી.નડ્ડા સાથેની આ મુલાકાત બાદ અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે. પૂર્ણેશ મોદીને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપાઈ તેવા સંકેતો પણ મળી રહ્યાં છે.
Continues below advertisement