Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ

Continues below advertisement

Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ 

સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરના બીજા દિવસે સરકારી સેવાઓના સુદૃઢીકરણ માટે ડીપ ટેક્નોલોજીના ઉપયોગ તથા AI અને ડેટા એનાલિટિક્સ અંગે જાણકારી મેળવવી ખૂબ રસપ્રદ બની રહી. આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ હવે ખૂબ વ્યાપક બની રહ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 'મન કી બાત' કાર્યક્રમને હવે AI ની મદદથી 23 ભાષાઓમાં સાંભળી શકાય છે, અને ન્યાયાલયોમાં પણ AI નો અસરકારક ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાઓને AI ના માધ્યમથી જરૂરિયાતમંદ લોકો સુધી વધુ અસરકારક રીતે કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે આજના સત્રમાં ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત, આપણા સ્થાનિક કારીગરોના ઉત્પાદનોને વધુ સારી રીતે વૈશ્વિક બજારોમાં પહોંચાડવા તેમજ યુવાનોને રોજગારીની વધુ સારી તકો આપવામાં પણ AI નો કેવી રીતે ઉપયોગ થઈ શકે તે અંગે ચિંતન કરવામાં આવ્યું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram