ABP News

Gujarat Congress : ભાજપના રસ્તે કોંગ્રેસ , ગુજરાત માટે શું લેવાયો મોટો નિર્ણય?

Continues below advertisement

Gujarat Congress : ભાજપના રસ્તે કોંગ્રેસ , ગુજરાત માટે શું લેવાયો મોટો નિર્ણય?

રાષ્ટ્રીય અધિવેશન બાદ કોંગ્રેસ એક્શનમાં આવી ગયું છે. કોંગ્રેસને સજીવન કરવા માટે સંગઠનમાં મોટા પરિવર્તન કરવામાં આવશે અને એની શરૂઆત ગુજરાતથી થશે.. રાહુલ ગાંધી 15 અને 16 બે દિવસ ગુજરાત આવશે અને જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા શરૂ કરાવશે.. રાહુલ જિલ્લા પ્રમુખો માટેના નીતિનિયમો અંગે માર્ગદર્શન આપશે. ગુજરાતમાં ઝોન મુજબ આ પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં સૌથી પહેલા ઉત્તર ગુજરાતની પસંદગી કરી છે અને મોડાસાથી આ પ્રક્રિયાના માંડણ થવાના છે.


કોંગ્રેસને મજબૂત કરવા માટે જિલ્લા પ્રમુખો ઉપર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે... જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા માટે નવા ધારાધોરણો પણ નક્કી કરવામાં આવશે... અને આ ધારાધોરણો આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે... abp અસ્મિતાને મળેલી માહિતી મુજબ છે. ભાજપના રસ્તે ચાલીને કોંગ્રેસ પણ તેના મજબૂત જિલ્લા પ્રમુખો નક્કી કરશે... 

કોણ બની શકશે કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ ? 

1 50 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરની વ્યક્તિ કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ બની શકશે 

2 કોંગ્રેસની વિચારધારાને સંપૂર્ણપણે વરેલી વ્યક્તિ જ જિલ્લા અધ્યક્ષ માટે લાયક 

3 સંગઠનના કામનો અનુભવ હશે તેની જ જિલ્લા અધ્યક્ષ તરીકે પસંદગી 

4 ભૂતકાળમાં પક્ષ વિરોધી પ્રવૃતિના આરોપ ના લાગ્યા હોય તે જ બનશે જિલ્લા અધ્યક્ષ 

5 જિલ્લા અધ્યક્ષ કોઈ નેતાનો નહીં પણ પંજાને વફાદાર હોવો જોઈએ 

6 કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ ચૂંટણી નહીં લડી શકે 

7 તમામ બાબતોમાં ખરા ઉતરનારી વ્યક્તિએ જિલ્લા અધ્યક્ષ બનવા ઇન્ટરવ્યુ પાસ કરવો પડશે 

ગ્રાફિક્સ આઉટ 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola