મારામારી કેસમાં કોગ્રેસના આ ધારાસભ્ય દોષી જાહેર, કોર્ટે કેટલા વર્ષની ફટકારી સજા?
મેંદરડા કોર્ટે 2008ના કેસમાં કૉંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોષીને દોષી જાહેર કર્યા હતા. અમરાપુર ગામમાં મારામારીના કેસમાં ધારાસભ્ય સહિત તેમના ત્રણ પુત્રોને પણ સજા ફટકારવામાં આવી છે. ભીખાભાઈને કોર્ટે એક વર્ષની સજા અને પાંચ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો. ઉપલી કોર્ટમાં જવા માટે ભીખાભાઈને કોર્ટે જામીન આપ્યા છે..