BJP VS Congress On SIR : SIR મામલે કોંગ્રેસનો વાર, ભાજપનો પલટવાર

BJP VS Congress On SIR :  SIR મામલે કોંગ્રેસનો વાર, ભાજપનો પલટવાર 

SIRમાં ગડબડીના આરોપ સાથે કોંગ્રેસનું ચૂંટણી પંચને આવેદન. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં આવેદન. ગુજરાતમાં SIR મામલે ભાજપ સંગઠિત રીતે ષડયંત્ર કરતું હોવાનો આરોપ. ફોર્મ નં.7 ભરાવી, લોકોના મતાધિકાર ખતમ કરવાનો પ્રયાસ. ભાજપના શાસકો અને ચૂંટણીપંચની મિલીભગતથી ચાલે છે. ગુજરાતમાં લોકોનો મતાધિકાર છીનવાય છે. 70 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ યાદી પહેલા જ કમી કરાયા. કમલમથી પ્રિન્ટ થયેલા ફોર્મ ચૂંટણીપંચને આપવામાં આવ્યા. ખોટા વાંધા લેનાર સામે ફરિયાદ દાખલ થાય.

SIR મુદ્દે કોંગ્રેસના આરોપ પર ભાજપનો પલટવાર. કોંગ્રેસની સવાર આરોપ વગર થતી નથી, ડૉ.અનિલ પટેલે પલટવાર કર્યો. ભાજપ-બંધારણિય સંસ્થા પર આરોપ વગર કોંગ્રેસને ઊંઘ નથી આવતી. આઝાદી બાદ ઘડાયેલા નિયમોમાં કોઈ ફેરફાર થયો નથી. ફોર્મ નં. 6,7 અને 8 માટેના નિયમો ચૂંટણી પંચે બનાવ્યા. કોંગ્રેસે થોડો અભ્યાસ કરવાની જરુર છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola